જૈન ધર્મમાં ભગવાનથી નજીક પહોંચવા અને ધર્મ અને અધ્યાત્મનો ફેલાવો કરવા માટે જૈન ધર્મનાં લોકો દીક્ષાનો માર્ગ અપનાવે છે. જેમાં સંસારનો ત્યાગ કરીને સંયમ અને ભક્તિમાર્ગ અપનાવતા હોય છે. દીક્ષા લેવી જૈન ધર્મમાં ખૂબ સારું કાર્ય માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં એકસાથે 35 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે આજરોજ પ્રથમ દિવસે ગુરૂભગવંતોનો નગરપ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય યોગતિલકસૂરીશ્વરજીની નિશ્રામાં 35 મુમુક્ષુઓ એકસાથે દીક્ષા લઈ રહ્યા છે.