ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે એરંડાનું વાવેતર થાય છે. જેમાં થરાદ પંથકમાં એરંડાનું વાવેતર ખેડૂતો વધુ પ્રમાણમાં કરે છે. એરંડાએ રોકડિયો પાક હોવાથી એરંડાની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને ખેડૂતો સારી આવક મેળવે છે, પરંતુ આ વખતે એરંડામાં રોગ અને ઇયળના ઉપદ્રવના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. છેલ્લા ઘણા સમયથી એરંડામાં કાતરા પ્રકારની જીવાત જોવા મળી રહી છે. આ ઇયળ એરંડાના છોડ અને પાકને નિષ્ફળ બનાવે છે.