વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક લોકો નકલી નકશા અને વીડિયો બનાવી જિલ્લાના કેટલાક અંતરિયાળ વિસ્તારમાંથી ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કોપોરેશન દ્વારા લાઇન પસાર થવાની હોવાનો વીડિયો બતાવી લોકોની ખોટી માહિતીઓ ફેલાવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી હતી.જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કોપોરેશન ઓફ ઈન્ડીયા લી.ના રેલવે કોરીડોરનો વીડિયો તદ્દન ખોટો છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકે જણાવ્યું છે.