અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ખાનગી શટલ મુસાફરો ભરીને જતી કાર અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં 8 મુસાફરના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. ત્યારે અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ-વે ચાર રસ્તા પાસે રોજની આવી અનેક શટલ ગાડીઓમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડીને જતા હોય છે. પોલીસનો ટ્રાફિક પોઇન્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ ટ્રાફિક પોલીસકર્મીઓ આંખઆડા કાન કરતા નજરે ચડ્યા છે.