અમદાવાદ મ્યુનિ.હસ્તકની વી.એસ.હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ ડોકટર સંદીપ મલ્હાને મ્યુનિ.કમિશનરને તેમની સામે કાર્યવાહી મોકૂફ રાખવા કરેલી રજૂઆત બાદ ગંભીર આક્ષેપ કરવામા આવ્યા છે. વી.એસ.બોર્ડના ચેરમેન અને શહેરના મેયરને લખેલા પત્રમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓએ નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ સામે પ્રોવિડન્ડ ફંડ કૌભાંડને લઈ પ્રોવિડન્ડ ફંડના નાણાં કયાં રોકાયા એ અંગે પોલીસ તપાસ શરુ કરાવવા હોસ્પિટલના ટ્રસ્ટીઓએ લેખિત માંગ કરી છે. પ્રોવિડન્ડ ફંડના આઠ કરોડના કૌભાંડ મામલે મ્યુનિ.કમિશનરે ચાર્જશીટ મુકવામાં મોડુ કરી દીધુ હોવાનો પણ ટ્રસ્ટીઓએ પત્રમાં આક્ષેપ કર્યા છે.