આજે લોકસભા ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ દિવસ છે. આજે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવા માટે આવશે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યું છે. અમિત શાહ અમદાવાદથી સીધા જ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચવાના છે. ત્યારે પ્રોટોકોલ મુજબ ઘ - 0 થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.