વાપી GIDC પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન મોરારજી દેસાઈ સર્કલ પાસેથી નંબર વગરની બાતમીવાળી મોપેડ અટકાવી હતી. મોપેડ ઉપર સવાર 2 યુવકોને ચેક કરતા તેમની પાસેથી ચોરીના 3 મોબાઈલ અને નંબર વગરની મોપેડ મળી આવી હતી. શંકાસ્પદ આરોપી યુવકોની પ્રાથમિક પૂછપરછ કરતા બંને યુવકોએ GIDC પોલીસ મથક વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચિંગ અને મોપેડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.