સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સાથે કચ્છમાં પણ કેસર કેરીનું વાવેતર થાય છે,કચ્છના અંજાર પંથકમાં પાકતી કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરને પગલે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ચાલુ વર્ષે પાકમાં ઘટ થવાની સંભાવના છે.તેમાંય કમોસમી વરસાદે કેરીના પાકને નુકસાન કરતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા હતા. એક તરફ માવઠાનો માર અને બીજીતરફ ગરમીના પ્રકોપના કારણે ઓછું ઉત્પાદન થવાની સંભાવના ખેડૂતો જણાવી રહ્યા છે.