ભાવનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે રોગચાળાના વાવર સામે આવ્યો છે.ભાવનગરમાં પાલિકા આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લાં 15 દિવસમાં આરોગ્ય સેન્ટરમાં જ ઝાડા ઉલટી અને તાવના 702 કેસ નોંધાયા છે.ખાનગી હોસ્પિટલો અને અન્ય ડોકટરોને ત્યાં તો જતા દર્દીઓ અલગ છે.ગરમીને કારણે વધી રહેલા રોગચાળાને લઇ ખાસ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.