યાત્રાધામ ડાકોરમાં અવારનવાર ચર્ચામાં રહેતી ડાકોર નગરપાલિકા દ્વારા ઘણા દિવસોથી બસ સ્ટેન્ડથી ગાંધીજી સ્ટેચ્યુ સુધી સવારના ૧૦ વાગ્યા સુધી સફાઈ થતી નથી. જેનાથી પરેશાન થતા વેપારી તેમજ વૈષ્ણવોમાં યોગ્ય રીતે સફાઈ થાય એવી માંગણી છે. મહત્વનું છે કે ડાકોર નગરપાલિકાને વરસે દહાડે લાખો કરોડ ટેક્સ ભરવા છતાં ડાકોર નગરપાલિકાના રહીશોને કોઈપણ જાતની સુવિધા મળતી નથી. ત્યારે આ બાબતે અનેકો રજૂઆત કરવા છત્તા ચીફ ઓફીસર પણ કઈ જવાબ આપવા તૈયાર નથી.