ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપત્તિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 68.35 લાખ દર્શાવી હતી. 2024માં એ વધીને 1.28 કરોડ પર પહોંચી છે. 2019થી 2024ના સમયગાળામાં તેમની કુલ સંપતિમાં 78.98 લાખનો વધારો થયો છે. પાંચ વર્ષના સમયગાળામાં મનસુખ વસાવાની જંગમ સંપતિમાં 2.28 લાખનો વધારો થયો છે. જયારે તેમની પત્નીની જંગમ સંપત્તિમાં 41.46 લાખનો વધારો થયો છે.તેઓને એકપણ રૂપિયાનું સરકારી દેવું નથી કે કોઈ પોલીસ કે કોર્ટ કેસ નથી.