ભરૂચના સરદાર બ્રિજ પરથી એક ડમ્પર ચાલક પુર ઝડપે અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા જ તેનું ડમ્પર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલક તેની કેબીનમાં ફસાયો હતો.જેને 108 અને ક્રેનની મદદથી સલામત રીતે બહાર કઢાયો હતો. જોકે તેને પગમાં ઇજાઓ પહોચતા જ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે