વિસનગરમાં સ્વચ્છતા અને લોકોની સુખાકારી માટે પાલિકા દ્વારા કચરો નાખવા માટે અનેક વિસ્તારોમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. જેમાં ગાય મોઢું નાખી શકે નહિ તેવી ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જેથી કચરો ફેલાશે નહિ તો ગાયોની પણ હેરાનગતિ રહેશે નહિ તે અંતગર્ત પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. કચરો નાખવા મુકેલ પાંજરા ની બહાર જ કચરો અને ગંદકી જોવા મળી રહ્યા છે. જ્યારે પાંજરાનો દરવાજો સરખી રીતે બંધ ન કરતા કચરો ખાવા માટે ગાયો પણ મજબૂર બની છે. આમ કચરો નાખવા માટે મૂકેલા પાંજરામાં જ લોકો કચરો નાખતા ન હોવાથી ગંદકી ફેલાઈ છે.