મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા ચિલ્ડ્રન હોમકેરમાં બે વર્ષથી અન્ય જિલ્લાની પોક્સોના ગુના હેઠળ બે સગીરાઓને રખાઇ હતી. તારીખ 16 એપ્રિલના રોજ આ બે સગીરાઓ ધાબા પર કપડાં સૂકવવાના બહાને ગઈ હતી અને પાછળના ભાગે આવેલા તારની ઝાડીની એક ફુટ કરતા પણ ઓછી જગ્યામાંથી કૂદીને ભાગી જવામાં સફળ રહી હતી. આ અંગે જિલ્લા બાળ સુરક્ષા વિભાગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના અંગે બે સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે