કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થયા બાદ રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દિવ્યાંગો માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગોને મતદાન કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે અર્થે સક્ષમ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશન મારફતે દિવ્યાંગ મતદારોને પોતાનો કિંમતી વોટ આપવામાં સરળતા રહેશે.