શહેરના કોટ વિસ્તારમાં આવેલા ખાડિયા,રાયપુર,માણેકચોક ઉપરાંત કાલુપુર ઉપરાંત જમાલપુર, દરિયાપુર સહિતના અનેક વોર્ડ વિસ્તારમાં અવારનવાર પ્રદૂષિત પાણી આવવા અંગેની ફરિયાદ મ્યુનિસિપલ તંત્રને મળતી રહે છે.મધ્યઝોનમાં પાણીમા પોલ્યુશન આવવા અંગેની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા રુપિયા ૩૩૩ કરોડના ખર્ચે તબકકાવાર પાણી અને ડ્રેનેજની લાઈન બદલવામા આવશે.