AMCના ૯ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના જીપીસીબી દ્વારા કરાયેલા નિરીક્ષણ દરમ્યાન સાત એસટીપી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નક્કી કરેલા નોર્મ્સનું પાલન કરતા નથી. એટલું જ નહીં , ખુદ AMC દ્વારા જ ડોમેસ્ટીક સુવેઝ તેના એસટીપીમાં ટ્રીટ કર્યા સિવાય ઠલવાઈ રહ્યું છે. આ વાત ખુદે જીપીસીબીએ તેના નીરીક્ષણ દરમ્યાન જણાવી છે. એક અંદાજ મુજબ, AMC દ્વારા આશરે ૩૦૦ MLD ટ્રીટ કર્યા વિનાનું ડોમેસ્ટીક સુએઝ સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે જે ખૂબ ગંભીર વાત માની શકાય.