નર્મદા ઉતરવાહીની પરિક્રમાની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થઈ ગઈ છે. આ પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. મધ્યપ્રદેશના ભૈયાજી મહારાજ તરીકે ઓળખવામાં આવતા અવધુત દાદા ભગવાન તિકલવાળા વાસુદેવ કુટિરથી તેમના અનુયાયીઓ સાથે પરિક્રમાની શરૂઆત તિલકવાડાના હનિમાનજી મંદિર ખાતેથી કરી હતી.