ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અહેમદનગર, ડભોઇયાવાડ, ડાંગરાવાડ, મદિના પાર્કસ સહિતના વિસ્તારોમાં છેલ્લાં પાંચેક મહિનાથી વીજ પ્રવાહના વોલ્ટેજનો પ્રશ્ન સર્જાઇ રહ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં છાસવારે લાઇટો જતી હોવાથી રોષે ભરાયેલાં સ્થાનિકોએ ગઇકાલે રાત્રે પાંચબત્તી સબસ્ટેશન ખાતે હંગામો મચાવ્યો હતો. સ્થાનિકોએ ગાદલાં લઇને જ વીજ કચેરીએ પહોંચી જઇ ત્યાં જ પાથરી દીધાં હતાં. કચેરીમાં રાત્રીના પોણા અગિયારથી બે વાગ્યા સુધી સ્થાનિકોએ કચેરીમાં જ અડિંગો જમાવ્યો હતો.