લોકસભાના ચૂંટણીઅંતર્ગત નેત્રંગ પોલીસ મોવી ચોકડી વાહન ચેકીંગમાં હતા ત્યારે નેત્રંગ તરફથી એક ટેમ્પો આવતા ટીમે તેની તલાશી લેતાં તેમાં પાન મસાલા તેમજ જરદાનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોના ડ્રાઈવર ઉમેશ રામદેવ પાલની પૂછતાછ કરતા યોગ્ય ઉત્તર મળ્યો ન હતો. ટેમ્પોમાં 71 લાખની મત્તાનો જરદાના કુલ 150 મોટા કોથળા ભરેલ વીમલનો જથ્થો મળી પોલીસે વિમાનો જથ્થો તેમજ ટેમ્પો તેમજ તેનો મોબાઈલ 10 હજાર મળી કુલ 81.14 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.