પાલનપુરમાં ગોબરી બ્રિજના નીચે આવેલ હિતેશ મોદીની ધાન્વી એન્ટરપ્રાઈઝમા ફૂડ સેફટી વિભાગની ટીમે રેડ કરી 17 લાખનો 2700 કિલો શંકાસ્પદ ઘી ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અને અનમોલ પ્રીમીયમ બ્રાન્ડ ઘીનાં 6 સેમ્પલ અને લુઝ ઘીનો 1 સેમ્પલ મળી 7 નમૂના સીલ બંદ પેકમાં લેબમાં મોકલવામાં આવ્યા છે. અને તમામ 2700 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી લેબમાંથી તેનું પરિણામ ન આવી જાય ત્યાં સુધી જથ્થો સીઝ રહેશે.