કેરળ હાઇકોર્ટે એક કેસની સુનાવણીમાં રાજ્ય સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, જે સ્કૂલોનું રમતનું મેદાન નથી તેમને બંધ કરી દેવી જોઇએ. હાઇકોર્ટની આ ટિપ્પણી ગુજરાતમાં અમલ કરાય તો પોતાનું આગવું મેદાન ન ધરાવતી 6220 સ્કૂલોને તાળાં મારવાં પડે. સરકારી આંકડા મુજબ 6220 પૈકી 4477 સ્કૂલો પારકી જમીનને મેદાન તરીકે ઉપયોગ કરી રહી છે.