શુક્રવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાંથી મહેસાણા લોકસભા બેઠક પર તળેટી ગામના રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપના બે ઉમેદવારોનાં તેમજ કોંગ્રેસ સહિત પાંચ અન્ય પાર્ટી તેમજ એક અપક્ષનાં મળી કુલ 13 ફોર્મ ભરાયાં છે. જ્યારે વિજાપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 15 ફોર્મ નોંધાયાં છે. શનિવારે લોકસભામાં ભરાયેલા ફોર્મની કલેક્ટર કચેરી ખાતે, જ્યારે વિજાપુર વિધાનસભાનાં ફોર્મની સ્થાનિક પ્રાંત કચેરીમાં ચકાસણી હાથ ધરાશે. 22 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.