વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર મહેસાણા જિલ્લામાં આવેલું છે, એટલે મહેસાણા એ વડાપ્રધાન મોદીનો ગૃહ જિલ્લો કહી શકાય.મહેસાણા બેઠક પરથી ભાજપે હરિભાઈ પટેલને ટિકિટ આપી છે. બીજી તરફ, કોંગ્રેસે રામજી ઠાકોરને ટિકિટ આપી છે.રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કદાવર પાટીદાર નેતા નીતિન પટેલ પણ આ બેઠક પરથી એકવાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ એમાં તેમની હાર થઇ હતી. ભાજપની સ્થાપના થયા બાદ વર્ષ 1984માં આખા દેશમાંથી ભાજપને 2 સીટ મળી હતી, એક મહેસાણા અને બીજી સંયુક્ત આંધ્રપ્રદેશની હનમકોંડા બેઠક.