કચ્છના ભુજમાં તળાવોને નોટીફાઈડ જાહેર કરી અને તળાવોમાં થતા અતિક્રમણને અટકાવવા રજુઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ભુજ નગર પાલિકાએ તળાવ આસપાસ દબાણો ન કરવા સાથે સ્વચ્છતા જાળવી રાખવાના પાટીયા માર્યા હતા ભુજની ઓળખ સમાન હમીરસર તળાવ પાસે પણ આવા બેનરો લગાવવામાં અવાય હતા જોકે પાલિકાએ તળાવની પાળ પાસે જ ઉભતા લારી ગલ્લાઓને હટાવવાની તસ્દી ન લેતા સવાલો ઉઠી રહ્યા છે?