ભુજના કેરા ખાતે અતિ પ્રાચિન એવું ભગવાન શીવનું મંદિર આવેલું છે.જે લાખેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે.બેજોડ બાંધણીનો ઉત્કૃષ્ટ નમુનો ધરાવતું આ મંદિરનો રીનોવેશન કરવામાં આવે તો કચ્છના પ્રવાસનમાં એક પિછું ઉમેરાય તેમ છે.આ મંદિરનું બાંધકામ એટલું બેજોડ કરવામાં આવ્યું હતું કે, બે બે ભુકંપનો સામનો કરવા છતાં પણ આજે અડીખમ છે. જોકે ભુકંપના કારણે ખાસ્સું એવું નુકશાન પણ થયું હતું એટલે આ મંદિરના રૅનોવેશનની માંગ ઉઠી છે.