કચ્છમાં રખડતા ઢોરો અને અખલાઓની સમસ્યા વધુ ને વધુ વિકરાળ બનતી જાય છે,કચ્છના અંજાર તાલુકાના નવી દુધઈમાં તાજેતરમાં થયેલા આખલા યુદ્ધમાં યુવાન મગન મહેશ્વરીને ઈજા પહોંચી હતી.આ ગામના વિવિધ વિસ્તારોમાં આખલાયુદ્ધના બનાવો સામાન્ય બન્યા છે, જેના કારણે વાહનોમાં નુકસાન અને લોકોને ઈજાઓ થાય છે.ત્યારે વહીવટીતંત્ર દ્વારા આ સમસ્યા નિવારવા કેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે.