પ્રભુજીના રથ સાથે મુખ્ય માર્ગો પર નીકળી રથયાત્રા
પર્યુષણ મહાપર્વ જૈનો માટે વિશેષ પર્વ છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન સ્વદોષ કે પરદોષ આત્માને લાગેલ હોય તે સર્વેનું તપ, ત્યાગ અને પ્રતિક્રમણ દ્વારા પ્રાયશ્ચિત કરી એ સર્વે દોષોની માફી માગવાથી લઇ તપોની હારમાળા સુધી થાય છે.પર્યુષણ મહાપર્વ નિમિત્તે જૈન સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે. તપસ્વીઓ સાથે પ્રભુજીના રથ સાથે મુખ્ય માર્ગો પર રથયાત્રા નીકળી હતી.