પોળો અને સાંકડીઓ ગલીઓમાં કચરો લેવા માટે મોટા વાહનો જઈ શકતા ન હોવાથી મ્યુનિ.એ નાની 150 ઈ-રિક્ષા ખરીદવા માટે ટેન્ડર બહાર આપ્યું છે. મ્યુનિ. દર વર્ષે સ્વચ્છતા પાછળ 900 કરોડનો ખર્ચ કરે છે તેમ છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર આવતો નથી. આ ઈ-રિક્ષા 300 કિલો કચરો એકસાથે લઈ જઈ શકશે.વર્ક ઓર્ડર આપ્યાના બે મહિનાની અંદર ઈ-રિક્ષા સપ્લાય કરવાની રહેશે.