ચૂંટણી આચારસંહિતા લાગુ થતાં જ અમદાવાદ શહેર અને જિલ્લામાં બંદૂક, રિવોલ્વર, ગનનું લાઈસન્સ ધરાવનાર લોકોે હથિયાર જમા કરાવી દેવાના હોય છે. શહેર, જિલ્લામાં કુલ 6965 લોકો હથિયારનું લાઈસન્સ ધરાવે છે. અત્યાર સુધીમાં કુલ 5762 લોકોએ હથિયાર જમા કરાવ્યા છે. જ્યારે 1096 લોકોએ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.કોઈની સુરક્ષામાં, બેન્કમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હોય તેમને જ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે.