સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, તેમાં કોંગ્રેસની ઈમેજનું પણ ધોવાણ થયું છે તેના કારણે કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો લાલઘુમ થઈ ગયા છે. આ ઉપરાંત કોંગ્રેસના પ્રવકતાએ તો કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર કોંગ્રેસના કાર્યકર નથી અને ઉમેદવારના સગા છે, તે પક્ષની પણ ભુલ હોવાનું સ્પષ્ટ કર્યું હતુ. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનુ ફોર્મ રદ થતા પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી સામે જ આંગળી ચિંધાઈ રહી છે. ચર્ચા છેકે, ખરેખર નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થયુ છે કે કોઈ રાજકીય ગેમ રમાઇ ગઇ છે.