વિસનગરના પાલડી ચોકડી ખાતે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં 101 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. જેમાં સમૂહલગ્નમાં ભાજપ અને કોંગ્રેસના પક્ષના ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. જેમાં બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આ સમૂહલગ્નમાં કોંગ્રેસના રામજી ઠાકોરને જીતાડવા અપીલ કરતા ચાલુ પ્રવચન બંધ કરાવ્યું હતું.