ડીસા તાલુકાના મુડેઠા ગામ ખાતે સૌ પ્રથમવાર સમસ્ત રાઠોડ (દરબાર) પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નમાં એક સાથે 97 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા. જેમાં સમસ્ત રાઠોડ (દરબાર) પરિવાર દ્વારા 97 દીકરીઓને તિજોરી, પલંગ, ખુરશી, રસોડા સેટ, પેટી જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. 300 થી વધુ સ્વયંસેવકોએ પાર્કિંગ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, સ્વાગત વ્યવસ્થા, જેવી અનેક વ્યવસ્થામાં એકજ સ્થળે ખડેપગે ઉભા રહી સેવા આપી હતી.