તીર્થધામ બહુચરાજીમાં ચૈત્રી પૂર્ણિમાના ત્રિ-દિવસીય લોકમેળાના પ્રથમ દિવસે રવિવારે પગપાળા સંઘો સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થતાં ભક્તિમય માહોલ જામ્યો છે. મા બહુચરનાં પ્રાગટ્ય દિને દર્શન કરી ધન્ય બનવા હજારો શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યાં છે. પ્રથમ દિવસે બે લાખથી વધુ માઇભક્તો માના દર્શન કરવા પધાર્યા હોવાનો અંદાજ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ વ્યક્ત કર્યો હતો.