ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2023ની બેચના 08 પ્રોબેશ્નરી આઇ.એ.એસ અધિકારીઓ પૈકી એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં તાલીમ માટે મુસ્કાન ડાગર નર્મદા જિલ્લામાં હાજર થયા. જેઓ મૂળ હરિયાણાના વતની છે. જેમનો તાલીમનો સમયગાળો 30મી સપ્ટેમ્બર 2025 સુધીનો રહેશે. આ નવા IAS નર્મદા જિલ્લામાં જોડાતા નર્મદા જિલ્લાને આ 7માં IAS ઓફિસર મળ્યા કે જેઓ વિકાસને આગળ વધાવશે.