વાગરા ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કંપનીઓના લેબર કોન્ટ્રાકટરો મોટા વાહનોના ખર્ચા બચાવવા માટે પીકઅપ તથા ટેમ્પાઓમાં શ્રમિકોની હેરાફેરી કરી રહયાં છે. પોલીસ અને આરટીઓની રહેમનજર હેઠળ ખાનગી વાહનોમાં શ્રમિકોને ખીચોખીચ બેસાડીને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવામાં આવે છે. બે દિવસ પહેલાં વિલાયત પાસે શ્રમિકો ભરેલી પીકઅપ પલ્ટી જતાં 2ના મોત જયારે 17થી વધારે ઘાયલ થયાં હતાં