આજે હનુમાન જયંતિએ તમને દર્શન કરાવીએ એક એવા હનુમાન મંદિરના કે જે મંદિર જ 'શ્રીફળ મંદિર' તરીખે ઓળખાય છે. જ્યાં અંદાજિત ચાર માળ જેટલો ઊંચો શ્રીફળનો પહાડ છે. વર્ષોથી લાખો શ્રીફળ પડ્યા હોવા છતાં એકપણ નારિયેળ બગડતું નથી બનાસકાંઠા જિલ્લાના લાખણીથી છ કિલોમીટરના અંતરે આવેલા ગેળા ગામમાં શ્રીફળ મંદિર આવેલું છે. જ્યાં શ્રદ્ધારૂપી શ્રીફળનો પહાડ સર્જાયો છે. દંતકથાઓ મુજબ અંદાજે સાતસો વર્ષ પહેલા અહીં વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શીલા પ્રગટ થઇ હતી અને આ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિનો ઇતિહાસ ખુબ જ રસપ્રદ છે.