ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું.સામસામે હુમલો થતાં 2 યુવકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે