વર્ષ 2023માં ટ્રાફિકનાં નિયમના ભંગ બદલ 2.14 લાખ વાહનચાલકને ઈ-મેમો અપાયો હતો. જે પૈકી 1.57 લાખ સામે ટ્રાફિક પોલીસે કેસ કર્યો હતો. કોર્ટે તમામને નોટિસ મોકલવા છતાં માત્ર 9420 વાહનચાલકોએ કોર્ટમાં જઈ દંડ ભર્યો હતો. બાકીના 1.47 લાખે ઈ-મમો ભર્યો નથી. હવે ટ્રાફિક ઈ-મેમો માટે ખાસ બનાવવામાં આવેલી વર્ચુઅલ કોર્ટ સમન્સ કાઢવા ઉપરાંત કાનૂની કાર્યવાહી કરશે. લોક અદાલતમાં પણ વાહનચાલકોએ મેમો ન ભરતા પોલીસે કોર્ટમાં કેસ મોકલ્યા હતા.