હાલ લિવેબલ સિટી જેવા સ્લોગન અપાય છે. પરંતુ .કડવી વાસ્તવિકતા એ છે કે, શહેરીજનોને એક ટાઈમ પીવાનુ શુધ્ધ પાણી પણ વહીવટીતંત્ર કે સત્તાધારી પક્ષ આપી શકતા નથી.પાછલા એક વર્ષમાં શહેરના ૪૮ વોર્ડમાંથી દુષિત પાણીની ૩૩૧૩૯ ફરિયાદ મ્યુનિસિપલ વહીવટીતંત્રને મળી છે. સૌથી વધુ ફરિયાદ ખાડીયા,સરસપુર , નવાવાડજમાંથી , દાણીલીમડામાંથી મળી હતી. દર વર્ષે પાણી તથા ડ્રેનેજ કામગીરી પાછળ કરવામા આવતા કરોડો રુપિયાના આયોજન કાગળ ઉપર કરવામા આવતા હોવાની બાબત શહેરીજનોમા ચર્ચાનો વિષય બનવા પામી છે.