ગુજરાતમાં રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે . રોષને શાંત પાડવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાષ્ટીય ભાજપના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી રત્નાકરજીને જવાબદારી સોંપાયા બાદ ગતરોજ ડીસા ખાતે બન્ને નેતાઓ સાથે અન્ય પ્રદેશના બે નેતાઓ ડીસા-પાલનપુર હાઈવે પર આવેલી ખાનગી હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધબારણે બેઠક કરી હતી.