પોશીનાના આંબામહુડામાં ભીમ ભાલકાના મેળામાં લોકો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. ચૈત્ર સુદ પૂનમના દિવસે પારંંપારીક ભીમ ભાલકાનો એક દિવસીય મેળો મંગળવારે ભરાયો હતો. જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આદિવાસી સમાજના લોકો જેમાં નવયુવાન યુવક યુવતીઓ રંગબેરંગી પોશાક પહેરી પોતાના સ્થાનિક લોકગીતો ગાઇ નાચગાન અને ચગડોળે બેસી મેળાની મોજ માણી હતી. સાથે લોકો દ્વારા મેળામાં લાગેલ નાની હાટડીઓમાંથી વિવિધ ચીજવસ્તુઓ ની ખરીદી કરી હતી. સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.