એક્સપરિમેન્ટલ સ્કૂલના ધો 11 નો વ્યાયમનો શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે કરેલ છેડતીની ઘટનાને લઇ શાળા મંડળ શિક્ષક સામે કડક પગલા લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આજરોજ શાળા મંડળ દ્વારા શિક્ષકના પરિવારને શિક્ષકને શાળામાંથી સસ્પેન્ડ કરતો ઓર્ડર ઈસ્યુ કરવામાં આવનાર છે. સાથે નિયમ મુજબ શાળા મંડળ દ્વારા લેવાયેલ શિક્ષાત્મક કાર્યવાહીનો ઠરાવ મંજૂરી માટે શિક્ષણ વિભાગમાં મોકલી આપવામાં આવનાર છે. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરતા વધુ કોર્ટે જામીન રદ કરી સબ જેલમાં મોકલવા માટે આદેશ કર્યો હતો.