પાટણ જિલ્લામાં ચાલુ ઉનાળાની ઋતુ દરમિયાન 28,679 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં ઉનાળુ બાજરીનું 6477 હેક્ટરમાં વાવેતર થયું છે.આ ઉપરાંત મુખ્ય વાવેતરમાં 866 હેક્ટરમાં શાકભાજી, 21139 હેક્ટરમાં ઘાસચારાનુ વાવેતર થયેલ છે. સાંતલપુર, સિધ્ધપુર અને સરસ્વતી તાલુકા પંથકમાં આશરે 102 હેક્ટર જેટલા વિસ્તારમાં મગફળીનું પણ વાવેતર થયું છે. જ્યારે સાંતલપુર પંથકમાં 16 હેક્ટર વિસ્તારમાં તલનું વાવેતર પણ નોંધાયું છે. સૌથી વધુ સરસ્વતી પંથકમાં 2100 હેક્ટરમાં અને સિધ્ધપુર પંથકમાં 1560 હેક્ટરમાં ઉનાળુ બાજરી વવાઈ છે.