ઉનાઇ વાંસદા તાલુકાના વિવિધ ગામોમાં મારી માટી મારો દેશ માટીને નમન કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહિદ સૈનિકોના માનમાં લાગેલ બોર્ડની આસપાસ ઉકરડાનું સામ્રાજ્ય છવાયું છે. આ કાર્યક્રમની ઉજવણી બાદ આ જગ્યાની જાળવણી રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું હતું અને હાલ આ જગ્યાએ ઉકરડાનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જેને પગલે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.