ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં રેતી ખાલી કરવા માટે આવેલી ટ્રક ગટરમાં ઉતરી જતાં દોડધામ મચી હતી. સદનસીબે ડ્રાઇવરનો બચાવ થયો હતો. કલાકોની જહેમત બાદ ટ્રકને બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે અવારનવાર ખુલ્લી ગટરોમાં વાહનો ખાબકતા પાલિકાની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાંચબત્તી ખાતે પણ ખાડામાં બે કાર ખાબકી હતી.