જંબુસર તાલુકાના ગામડાઓમાં આંગણવાડીના મકાનો જર્જરિત હોવાના કારણે ભુલકાઓ તથા સ્ટાફના માથે જીવનું જોખમ રહેલું છે. ગામના આંગણવાડી - 4ના મકાનની છતના પોપડા ઉખડી ગયા છે અને અંદરના સળિયા પણ બહાર દેખાવા લાગ્યાં છે. હાલ આંગણવાડીમાં 40 થી 50 જેટલા બાળકો આવી રહયાં છે.જંબુસર તાલુકામાં આવેલી આગણવાડીઓનો સર્વે કરાવવામાં આવે તથા જોખમી હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ વાલીઓએ કરી છે.