વાપી પાલિકા વિસ્તારમાં તળાવો તથા ગાર્ડનોને વિકસાવવા છેલ્લા 8 વર્ષમાં 15 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે, પરંતુ હાલ લખમદેવ,ચલા અને ડુંગરા તળાવ ત્રણ તળાવોના ગાર્ડનો સહિત કુલ 16 જેટલા પોકેટ ગાર્ડન પાણીના અભાવે સુકાય રહ્યાં છે.ઝીરો ડુંગરા તળાવમાં પાલિકાએ રૂ.10 એન્ટ્રી ફી રાખી છે,પરંતુ ડુંગરા તળાવની અંદર બેસવાના બાંકડાઓ તૂટી પડયાં છે. ચારે તરફ કચરો જોવા મળે છે. માવજત વિના ઝાડો પણ સુકાય ગયા છે. કોન્ટ્રાક્ટ પર આપવાનો અખતરો નિષ્ફળ બાદ જાળવણીનો અભાવ છે.