હનુમાન જન્મોત્સવના પાવન પર્વની દેશભરમાં અનેરા ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી ત્યારે જુનાગઢ ભવનાથ ક્ષેત્રના ગિરનાર તળેટી ખાતે લંબે હનુમાન મંદિરે ભગવાન હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિતે સવારથી મોડીરાત સુધી હજારો ભાવિકો ભકતોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.લંબે હનુમાનજી મહારાજને 21 હજાર લાડુનો ભોગ પણ ધરવામાં આવ્યો હતો.