કહેવાય છે કે પોલીસ પ્રજાની સાચી મિત્ર છે,કેટલાક પોલીસ કર્મચારીઓને કારણે ઘણી વખત પોલીસ બદનામ પણ થાય છે જોકે ગુજારતા પોલીસના સારા કામોએ ય ઉક્તિને ચરિતાર્થ કરી બતાવી છે.કચ્છના રાપર આધુનિક સમયમાં પોલીસના હાથની સાથે ત્રીજી આંખની સુવિધા અને ટેક્નિકલ ઉપકરણો પોલીસને વધુ સક્ષમ બનાવી રહી છે. આજ પ્રકારે આજે રાપર ભાણેજના લગ્નની ખરીદી કરવા ગયેલા શ્રમજીવી 50 હજાર રિક્ષામાં ભૂલી ગયા હતા,શ્રમજીવી મથે તો જાણે આભ તૂટી પડ્યું હતું જોકે આ શ્રમજીવીની મદદે રાપર પોલીસ આવી હતી અને ગણતરીની કલાકોમાં રૂપિયા શોધી પરત અપાવ્યા હતા.પોલીસે ટેકનિક અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી એક શ્રમજીવીને આઘાતમાંથી ઉગાર્યો હતો.